July 30, 2013

પુત્રને પત્ર

આદરણીય શિક્ષકશ્રી,
  હું જાણું છુ કે તેને શીખવવું પડશે કે બધા માણસો ન્યાય પૂર્વક વર્તતા નથી અને ઘણા બધા માણસો સાચા હોતા પણ નથી એને એ શીખવજો કે સમાજમાં જેમ લુચ્ચા અને સ્વાર્થી માણસો હોય છે એમ સારા માણસો પણ હોય છે. તેવી જ રીતે સમર્પણની ભાવનાવાળા આગેવાનો પણ હોય છે. એને એ પણ શીખવજો કે દુશ્મન હોય છે તો સાથે સાથે સારા મિત્રો પણ હોય છે. હું જાણું છુ કે આપને આ શીખવતા સમય લાગશે પણ બની શકે તો શીખવજો કેસાચી રીતે કમાયેલો ડોલર મફતમાં મળેલા પાંચ ડોલર કરતા અનેક ગણો કીંમતી છે અને ખેલદિલીથી હારતા શીખવજો અને જીતવાનો આનંદ માનવાનું પણ શીખવજો.  એને અત્યારથી જ બોધ આપશો કે ગુંડાઓને મહાત કરવા એ સહેલું છે. તમારાથી બની શકે તો તેને પુસ્તકોની આ દુનિયામાં તેને સમજ આપજો એને થોડોક નિરાતનો સમય પણ આપજો કે જેથી તે શાંતિથી એકલો બેસીને આકાશમાં ઉડતા પક્ષીઓ, સૂર્યના પ્રકાશમાં ગણગણતી મધમાખીઓ અને સુંદર લીલીછમ ટેકરીઓ ઉપર ઉગેલા અનુપમ પુષ્પોનું શાશ્વત રહસ્ય શોધવાનો આનંદ માણી શકે. શાળામાં એને એટલું જરૂર શીખવજો કે પરીક્ષામાં ચોરી કરી પાસ થવું એના કરતા નાપાસ થવું એ ઘણું વધારે માનભર્યું છે. બીજા બધા એના વિચારો ખોટા છે એમ કહે તો પણ જો એ ખરેખર માનતો હોય કે એના વિચારો ખરા છે, તો એમાં શ્રધ્ધા રાખી એને સારા માણસો સાથે આકરી રીતે વર્તવાનું શીખવજો. મારા પુત્રમાં એ શક્તિ પણ હોય કે જો બધા જ જયારે પવન પ્રમાણે બદલાતા હોય ત્યારે તે ટોળાને અનુસરવા ને બદલે તે એકલ વીર બની શકે. એને બધાની વાત શાંતિથી સાંભળવાની ટેવ પાડજો, પણ એ શીખવજો કે તેમાંથી સત્યની ચાળણીમાંથી ચાળીને જ સારું હોય તે જ ગ્રહણ કરે. તમારાથી બને તો તેને દુ:ખ માં પણ હસતા શીખવજો, એને એ પણ સમજાવજો કે આંસુ પાડવામાં કોઈ શરમ નથી. વક્ર દૃષ્ટિ વાળામાણસને તરછોડવાનું અને ખુશામતિયાઓથી ચેતવવાનું પણ શીખવજો, એને પોતાની બુદ્ધી અને શક્તિ ની વધારેમાં વધારે કીમત ઉપજાવતા શીખવાડજો, પણ પોતાના આત્મા અને હૃદયને પૈસા માટે વેચી ન દે તેવું પણ શીખવજો. ટોળાની બુમોથી ઝુકી ન પડે અને તે સાચો છે એમ માનતો હોય તો અડગ ઉભો રહી લડત આપે તેવું શીખવાડજો એને પ્રેમથી સાંભળજો પણ વધુ પડતા લાડ લડાવી બગાડશો નહિ, કારણ કે અગ્નિમાંથી તપીને જ લોખંડ પોલાદ બને છે. એને અહીષ્ણું બનવાની હિમત આપજો. અને તેનામાં શક્તિશાળી બનવાની ધીરજ પણ કેળવજો. પોતાની જીતમાં અડગ વિશ્વાસ રાખતા પણ શીખવજો કારણ કે તેથી જ માનવજાતમાં એને અડગ વિશ્વાસ આવશે. હું જાણું છુ કે આ બધું જ શીખવવું અતિશય મૂશકેલ છે, પણ હું આપને વિનંતી કરું છુ કે તમારાથી આ અંગે જે પણ કંઈ કરી શકાય તે જરૂર કરજો.

 -અબ્રાહમ લિંકન

ઇન્ટરનેટ સર્ફીંગ ની સ્પીડ વધારો

હવે દરેક ના ઘરમાં ઈન્ટરનેટ સાથેનું જ કમ્પ્યુટર જોવા મળતું હોય છે, જો કે ઈન્ટરનેટ કનેક્શન દ્વારા ઈન્ટરનેટ સર્ફીગ નો લહાવો મળતો હોય છે પરંતુ લીધેલા કનેક્શન માં સ્પીડ ઓછી હોવાને કારણે મજા બગડી જતી હોય છે.જો તમારે કમ્પ્યુટરમાં પણ ઇન્ટરનેટ હોય અને તમારે તેની સ્પીડ માં વધારો કરવો હોયતો આ માટેની એક ઉપાય છે તો આ માટે નીચેની પ્રોસેસ કરો .

. Start > Run જઈ gpedit.msc ટાઇપ કરો અને એન્ટર પ્રેસ કરો.
. આમ કર્યા બાદ GroupPolicyની વિન્ડો ઓપેનથશે .
. આ વિન્ડોમાં સાબી પેનલમાંથી Computer Configuration > Administrative template > Network > QoS Packet Scheduleપર ક્લિક કરો
. આમ કરવાથી તમારી જમણી બાજુ એક લીસ્ટઓપન થશે તેમાંથી Limit Reversableપર ડબલ ક્લિક કરો
. જેથી એક બોક્સ ઓપન થશે તેમાં Enable નામનું રેડીયો બોક્સ ટીક કરો.
. ત્યાર બાદ નીચે Bandwidth limit (%) નું બોક્સ ઓપન થશે જેનેઘટાડીને ( જો શૂન્ય જ હશે તો કોઈ ફરક નહિ પડે)
. આ પછી Apply પ્રેસ કરો અને OK કરી દો
. બસ, આટલું કર્યા પછી તમારી ઇન્ટરનેટ ની સ્પીડમાં વધારો જણાશે. બને તો એકવાર કમ્પ્યુટર Restart કરીને પણ ચેક કરી જુઓ.
જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરો તમારા મિત્રો સાથે અને કોમેન્ટ આપો. અભાર…..

July 29, 2013

વીન્ડોઝમાં ગુજરાતી ભાશા આધાર સ્થાપીત કરો


ગુજરાતી ફોનેટીક કીબોર્ડ વાપરવું હોય તો પહેલાં વીન્ડોઝમાં ગુજરાતી ભાશા આધાર સ્થાપીત કરવો પડે છે. વાસ્તવમાં તો યુનિકોડ ફોન્ટ્સ થકી ગુજરાતી લખવું હોય તો પણ ગુજરાતી ભાશા આધાર સ્થાપીત કરવો પડે છે. નીચે છબીઓ દ્વારા બધાં જ પગલાં આપ્યાં છે.
વીન્ડોઝ 'XP'માં પહેલાં ગુજરાતી આધાર સ્થાપીત કરવો, પછી ઇચ્છા હોય તો ગુજરાતી ફોનેટીક કીબોર્ડ સ્થાપીત કરવું, અને પછી ઇચ્છિત ગુજરાતી કીબોર્ડ લેન્ગવેજ બારમાં ઉમેરવું.
વીન્ડોઝ 'Vista'માં અને '7'માં ગુજરાતી આધાર સ્થાપીત કરાવાની આવશ્યકતા નથી કારણ કે સ્થાપીત હોય જ છે. કેવલ ઇચ્છા હોય તો ગુજરાતી ફોનેટીક કીબોર્ડ સ્થાપીત કરવું, અને પછી ઇચ્છિત ગુજરાતી કીબોર્ડ લેન્ગવેજ બારમાં ઉમેરવું.

વીન્ડોઝ 'XP'માં ગુજરાતી ભાશા આધાર સ્થાપીત કરો

1.      પહેલાં કન્ટ્રોલ પેનલમાં Regional and Language Options ખોલો.
2.       Languages ટેબમાં Supplemental language support છે ત્યાં Install files for complex script and right-to-left languages (including Thai) છે તે ‌ઑપ્શનનું (option) બોક્ષ ચેક કરો. ચેક કર્યા પછી ડાયલોગ બોક્ષ આવશે તેમાં 'OK' ક્લિક કરવું પછી કૉમ્પ્યુટર ફરી ચાલું કરવું પડશે. નોંધ કરો કે Install files for East Asian languages નથી ચેક કરવાનું.
 ગુજરાતી આધાર માટે નીચેના બોક્ષમાં જે ફોઈલો જોઈએ તેનું લીસ્ટ છે.
3.       કૉમ્પ્યુટર ફરી ચાલું થાય ત્યારે Languages ટેબમાં જઈ અને Details ક્લિક કરો.
4.       Add ક્લિક કરો અને બીજું ડાયલોગ બોક્ષ આવશે.
5.       આ ડાયલોગ બોક્ષમાં ગુજરાતી ભાશા ખોળીને પસંદ કરો. એક ભાશાને અનેક કીબોર્ડ લેઆઉટ હોય શકે. જો આપે મારું ગુજરાતી ફોનેટીક કીબોર્ડ સ્થાપીત કર્યું હોય તો તે પસંદ કરો. ના કર્યું હોય તો અત્યારે સ્થાપીત કરીને પછી ફરી અહિથી શરું કરો. બેથી વધારે પણ કીબોર્ડ લેઆઉટ પસંદ કરી શકાય છે અને જે પસંદ કરો તે લેન્ગવેજ બારમાં દેખાશે.
 
6.       ગુજરાતી કીબોર્ડ ઉમેર્યાં પછી પહેલાંનું સ્ક્રિન હતું તેમાં દેખાશે. 

વીન્ડોઝ 'Vista'માં અથવા '7'માં ગુજરાતી ભાશા આધાર સ્થાપીત કરો

'XP'નાં પગલાં છે તેમ જ 'Vista'નાં અથવા '7'નાં સરખાં છે. કન્ટ્રોલ પેનલનો દેખાવ જરાક જુંદો છે. બીજું ગુજરાતી ભાશા આધાર સ્થાપીત કરેલો જ હોય છે. ફક્ત ગુજરાતી કીબોર્ડ ઉમેરવાનું હોય છે. જો ગુજરાતી ફોનેટીક કીબોર્ડ વાપરવું હોય તો અત્યારે સ્થાપીત કરીને આ પગલાં ભરો.
1.       'Vista'ના કન્ટ્રોલ પેનલમાં Regional and Language Options ક્લિક કરો અથવા 'Windows 7'ના કન્ટ્રોલ પેનલમાંRegion and Language ક્લિક કરો.
2.       Change keyboards... ક્લિક કરો. અહિયાં આપણે કીબોર્ડ નહિ બદલીએ પણ કીબોર્ડ ઉમેરીશું.
3.       પછી Add ક્લિક કરો. 
4.       'ગુજરાતી' ભાશા શોધી અને જે કીબોર્ડ લેઆઉટ ઉમેરવું હોય તે ચેક કરો. ગુજરાતી ફોનેટીક કીબોર્ડ સ્થાપીત કર્યું હોય તો દેખાશે. ના દેખાતુ હોય તો સ્થાપીત કરીને અહિયાંથી પગલાં અનુસરો. બેથી વધારે કીબોર્ડ લેઆઉટ ઉમેરી શકાય છે.
5.       કીબોર્ડ લેઆઉટ ઉમેર્યા પછી પહેલાનું સ્ક્રિન હતું તેમાં દેખાશે.

ગુજરાતી ફોનેટીક કીબોર્ડ લેઆઉટ સ્થાપીત કરો

વીન્ડોઝ 'Vista'માં અને '7'માં ગુજરાતી ફોનેટીક કીબોર્ડની ફાઈલ ડાઉનલોડ કરીને ડબલ-ક્લિક કરીને સ્થાપીત કરવું.
વાન્ડોઝ 'XP'માં પહેલાં ગુજરાતી આધાર સ્થાપીત કરીને પછી ફાઈલ ડાઉનલોડ કરીને સ્થાપીત કરવું.
1.       ગુજરાતી ફોનેટીક કીબોર્ડ લેઆઉટ ડાઉનલોડ કરો : Downloads.
2.       'Winzip' અથવા 'Winrar' થકી સંકુચિત ફાઈલો કૉમ્પ્યુટરના એક ફોલ્ડરમાં અસંકુચિત કરો (uncompress).
3.       'Setup.exe' ડબલ-ક્લિક કરો. 'Vista'માં અથવા '7'માં 'UAC prompt' ક્લિક કરવું પડશે.
4.       કંન્ટ્રોલ પેનલનાRegion and Language Options મેનુમાં જઈને Gujarati Phonetic કીબોર્ડ લેઆઉટ ઉમેરો.

લેન્ગવેજ બાર

ગુજરાતી કીબોર્ડ લેઆઉટ ઉમેર્યા પછી Alt+Shift બટન દબાવવાથી ગુજરાતી ભાશા અક્ટિવ કરાશે. લેન્ગવેજ બારને દ્રશ્ય રાખશો તો 'EN'ના બદલે 'GU' થઈ જશે. ગુજરાતીને અક્ટિવ કરવા માટે માઉસથી પણ લેન્ગવેજ બારમાં ક્લિક કરી શકાય.
ટેસ્કબારમાં લેન્ગવેજ બારને રાખી હોય તો ગુજરાતી ભાશા માટે 'GU' દેખાશે. જો આપે બેથી વધારે કીબોર્ડ લેઆઉટ ઉમેર્યા હોય તો કીબોર્ડનું આઈકોન દેખાશે અને તે ક્લિક કરવાથી કીબોર્ડ લેઆઉટ બદલી શકાય.

કીબોર્ડ આઈકોન ક્લિક કરવાથી તે ભાશાના કીબોર્ડ લેઆઉટ જોવા મળે છે      ...ઉપરની છબીમાં 'ગુજરાતી' (જે વીન્ડીઝમાં સ્થાપીત કરેલું આવે છેઅને 'ગુજરાતી ફોનેટીકકીબોર્ડ લેઆઉટ ઉમેર્યા છે.