February 27, 2012


Mundaka Upanishad (મુંડક ઉપનિષદ)

મુંડકોપનિષદ અથવા મુંડક ઉપનિષદ પ્રમુખ કે મુખ્ય ગણાતા ઉપનિષદોમાંનું એક છે અને તે અથર્વવેદ સાથે સંકળાયેલું છે. તે ત્રણ અધ્યાયમાં વહેંચાયેલું છે. દરેક અધ્યાયને બે ખંડમાં વહેંચવામાં આવેલ છે. કુલ મળી મુંડક ઉપનિષદમાં ૬૪ શ્લોકો-મંત્રો છે. મુંડક ઉપનિષદમાંના મંત્રો હવન કરવા માટેના નથી પરંતુ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટેના છે. આ ઉપનિષદ એના મંત્રો, એમાં વ્યક્ત થયેલ વિશાળ ભાવનાઓ અને એના મંત્રોની ગેયતાને લીધે પ્રસિદ્ધ છે.

મુંડક શબ્દ સંસ્કૃતમાં-મુંડન- પરથી આવ્યો હોવાનું મનાય છે.  મુંડનનો અર્થ વાળ ઉતારવા એવો થાય. આ ઉપનિષદને બરાબર જાણ્યા પછી (પરા અને અપરા વિદ્યાના જ્ઞાનથી) માયારૂપી કેશ ખરી પડે એથી કદાચ એનું નામ મુંડક ઉપનિષદ પડ્યું હશે. બહુ જૂજ વાચકો એ હકીકતથી જ્ઞાત હશે કે ભારતના સંવિધાન અને રાજમુદ્રા પર અંકિત અશોકસ્તંભની ઉપરના ચાર વાઘની નીચે લખેલ સત્યમેવ જયતે (સત્યનો હંમેશા જય થાય છે) મુંડક ઉપનિષદમાંથી લેવામાં આવેલ છે. 

આપ આપના બાળકને કેવું શિક્ષણ મળે તેવું ઇચ્છો?

આપ આપના બાળકને કેવું શિક્ષણ મળે તેવું ઇચ્છો? તે ફક્ત “શિક્ષિત’’ બને તેવું કે તે ‘‘સમાજ ઉપયોગી’’ પણ બને તેવું? અમે તમારો જવાબ જાણીએ છીએ. કારણ કે દરેક વાલીની ઈચ્છા પોતાનું બાળક શિક્ષિત બને પણ સાથે-સાથે તેને જીવન મૂલ્યોનું શિક્ષણ પણ મળે તેવી હોય છે. બાળક શિક્ષિત બની પગભર બને પણ સાથે-સાથે સમાજ ઊપયોગી નાગરિક બની દેશના વિકાસમાં સહભાગી બને તેવો અમારો સતત પ્રયત્ન રહેલો છે, માટે જ અત્રેની શાળામાં અભ્યાસની સાથે-સાથે સહભ્યાસિક પ્રવ્રુતિઓમાં બાળકના સર્વાંગિંક ગુણોના વિકાસનો ધ્યેય કેન્દ્ર સ્થાને રહેલો છે, અત્રે આ બ્લોગ ધ્વારા અમે અમારી શાળાના બાળકોના સર્વાંગિં વિકાસ માટેની અમારી શાળામાં ચાલતી પ્રવ્રુતીઓ અને અમારા પ્રયત્નોનો ખ્યાલ આપવાનો પ્રયત્ન કરેલ છે, સાથે-સાથે આ બ્લોગ અમારા માટે આપ શ્રી જેવા શિક્ષણ રસિકો પાસેથી બાળવિકાસની દિશામાં અમારા આ પ્રયત્નોમાં રહેલ ખામીઓ-સૂચનો અને માર્ગદર્શન મેળવવાનુ માધ્યમ પણ છે. આપ અત્યારે અમારા મુલાકાતી જ નહી, અમારા નિરીક્ષક અને માર્ગદર્શક પણ છો અને તમે કોઇ બાળકના વાલી પણ હશો જ, તો થોડીવાર માટે પણ આપશ્રી અમારી શાળાના બાળકોના વાલી બની અમારી પ્રવ્રુતિઓનુ નિરીક્ષણ કરી અમને માર્ગદર્શન આપી અમારા ઉત્સાહમાં વધારો કરશો તેવી અમને ચોક્કસ આશા છે. અમારુ ઇ-મેઇલ આઇ ડી આપના માર્ગદર્શનની રાહ જોઇ રહ્યુ છે.